શ્રી ગુજરાતી સમાજ, જગદલપુર એ સંસ્થાનું મુખ્ય ધ્યેય અહીં વસવાટ કરતા તમામ ગુજરાતી ભાઈ-બહેનોને એકજૂથ કરીને સાંસ્કૃતિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સમર્પિત કામગીરી કરવી છે. અમે આપણા સંસ્કાર, ભાષા અને પરંપરાનું રક્ષણ કરતા એક સજાગ અને સંગઠિત સમાજ તરીકે જાણીતા છીએ. દર વર્ષે વિવિધ કાર્યક્રમો, સમારંભો તથા સમાજહિતના આયોજન દ્વારા સમાજના દરેક વર્ગ અને ઉંમરના સભ્યોને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રી જલારામ મંદિરે આયોજિત સભાઓ, સેવા કાર્યો અને મેળાવડા એ આપણા સંસ્થાના મુખ્ય સ્તંભ છે.